¡Sorpréndeme!

તેજ બહાદુરની અરજી પર વડાપ્રધાન મોદીને નોટિસ, 21 ઓગસ્ટે સુનાવણી

2019-07-20 309 Dailymotion

અલાહાબાદ હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોટિસ આપી છે બીએસએફના સસ્પેન્ડ કર્મચારી તેજ બહાદુરે લોકસભા ચૂંટણી સમયે મોદી વિરુદ્ધ અરજી કરી હતી ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, જસ્ટિસ એમ કે ગુપ્તાની બેન્ચ 21 ઓગસ્ટે આ મામલે આગામી સુનાવણી કરશેતેજ બહાદુરને સમાજવાદી પાર્ટીએ તેમનો ઉમેદવાર ગણાવ્યો હતો પરંતુ રિર્ટનિંગ અધિકારીએ તેમની ઉમેદવારી રદ કરી દીધી હતી કહેવામાં આવ્યું હતું કે, યાદવ તે વાતનું સર્ટીફિકેટ નહતા આપી શક્યા કે તેમને ભ્રષ્ટાચારના કારણે બીએસએફમાંથી સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા યાદવે ચૂંટણી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેમની ઉમેદવારી ખોટી રીતે રદ કરવામાં આવી છે