રાજકોટ: મહાનગરપાલિકાએ શહેરમાં સાતમી લાઇબ્રેરીનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે અને આ લાઈબ્રેરીનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે આ લાઇબ્રેરીનું 527 કરોડના ખર્ચે 35 હજાર ફૂટનું બાંધકામ કર્યું છે ડિજિટલ લાઇબ્રેરીમાં અનેક સુવિધા ઊભી કરવામાં આવી છે વેસ્ટઝોન વોર્ડ નં9માં પેરેડાઈઝ હોલની સામે સાધુવાસવાણી રોડ પાસે અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, લાઇબ્રેરીમાં રૂ 320 કરોડ બાંધકામ અને રૂ 207 કરોડ આકર્ષક ઇન્ટિરિયર એમ કુલ મળીને રૂ527 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે