¡Sorpréndeme!

ચેઇન સ્નેચરનો આતંક, રાઈફલ શૂટરનો અછોડો તોડવા આવેલા લૂંટારુઓને સામનો કરી ભગાડ્યા

2019-07-19 261 Dailymotion

વડોદરા: વડોદરા શહેરમાં વહેલી સવારે મહિલાઓના ઓછોડા તોડતી ટોળકીએ હવે પેટર્ન બદલી છે મોડી રાત્રે નીકળતી મહિલાઓને નિશાન બનાવવાનું ટોળકીએ શરૂઆત કરી છે ગુરૂવારે મોડી રાત્રે વડોદરાના પાર્વતી ચેમ્બર્સ અને સોમા તળાવ પાસે બે મહિલાઓના ઓછોડા તોડવાના બનાવો બન્યા હતા જોકે, રાઇફલ શૂટિંગમાં ગુજરાતનું નામ રોશન કરનાર અંજુ શર્માએ ટોળકીનો સામનો કરીને પોતાની સોનાની ચેઇન બચાવી લીધી હતી જેમાં તેઓને ગળાના ભાગે સામાન્ય ઇજા પણ પહોંચી હતી