ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આવકવેરા વિભાગની ભારે ટીકા કરી છે પોતાના ભાઈ આનંદ કુમારનો નોઈડા સ્થિત રૂ 400 કરોડનો પ્લોટ આઈટી દ્વારા જપ્ત કરાયો હતો માયાવતીએ કહ્યું હતું કે ભાજપ પોતાની જાતને હરિશચંદ્ર માને છે તો પોતાની પણ તપાસ કરાવે તેનાથી ખ્યાલ આવશે કે રાજકારણમાં આવ્યા પછી તેની સંપત્તિ કેટલી વધી છે
તમણે વધુમાં કહ્યું હતું કે મોદી- શાહની જોડીને મારો પ્રશ્ન છે કે ભાજપની ઓફિસ બનાવવા માટે અબજો રૂપિયા ક્યાંથી આવ્યા છે? શું તે બેનામી નથી? ચૂંટણી દરમિયાન 2000 કરોડથી વધારે રૂપિયા ભાજપના ખાતામાં આવ્યા હતા પરંતુ તેનો ખુલાસો થયો નથી તેની પણ તપાસ થવી જોઈએ જો ભાજપ એવું માનતી હોય કે તે ખૂબજ ઈમાનદાર છે તો તેની તપાસ કરવી જોઈએ