ભારતીય સ્પ્રિન્ટર હિમા દાસે 15 દિવસની અંદર ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે આસામની 19 વર્ષીય રહેવાસીએ ગોલ્ડ જીતવાની સાથે જ લોકોને એક વિનંતી કરી છે હાલ આસામમાં ભારે વરસાદને લીધે પરિસ્થતિ ઘણી ખરાબ છે હિમાએ પોતાનો અડધો પગાર સીએમ રિલીફ ફંડમાં દાન કર્યો છે અને બીજાને પણ આસામવાસીઓની મદદ કરવા માટે આજીજી કરી છે