¡Sorpréndeme!

જૂનાગઢમાં વાઘાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો, 15થી વધુ કાર્યકરો જોડાયા

2019-07-17 170 Dailymotion

જૂનાગઢ: જૂનાગઢ કોર્પોરેશનની 21 જુલાઇએ ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ વિનુભાઇ અમીપરાએ થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેને ખેસ પહેરાવ્યો હતો આ ઉપરાંત 15થી વધુ કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ગાબડુ પડ્યું છે ચૂંટણી પહેલા જ શહેર કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે અમીપરાએ જણાવ્યું હતું કે, કોઈ અપેક્ષા વગર ટીમ સાથે ભાજપમાં જોડાયો છું મવડી મંડળ દ્વારા પાયાના કાર્યકર્તાઓને અન્યાય કરવામાં આવતો હતો કોંગ્રેસ પાર્ટીમાં અસામાજીક તત્વોને વધુ મહત્વ આપવામાં આવે છે