બિહાર, આસામ અને ઉત્તર પ્રદેશમાં પૂરના કારણે સ્થિતિ વધારે ખરાબ છે મંગળવારે સાંજ સુધીમાં બિહારના 16 જિલ્લામાં 34 અને આસામના 33 જિલ્લામાં 17 લોકોના મોત થયા છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 14 લોકોના મોત થયા છે આસામ અને બિહારમાં 72 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં આગામી 24 કલાકમાં 8 ઈંચ વરસાદ થવાની ચેતવણી છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને રૂ 4 લાખની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે ઉત્તર બિહારમાં બૂઢી ગંડક સહિત છ નદીઓ જોખમી નિશાન ઉપર વહે છે બિહારના દરભંગામાં 2, મુઝફ્ફરપુરમાં 4, મોતિહારીમાં 1, સીતામઢીમાં 2, શિવહરમાં 8, મધુબનીમાં 6, પૂર્ણિયામાં 9 અને કટિહારમાં 2 વ્યક્તિના મોત થયા છે મુખ્યમંત્રી નીતિશ કુમારના જણાવ્યા પ્રમાણે 796 જવાનો સાથે એનડીઆરએફની 26 ટીમે અત્યાર સુધી 125 લાખ લોકોને સુરક્ષીત સ્થાન પર પહોંચાડ્યા છે