¡Sorpréndeme!

મેવડ ગામ પાસે અમદાવાદ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ ભડભડ સળગી

2019-07-15 118 Dailymotion

મહેસાણા: અમદાવાદ મહેસાણા હાઈવે પરના મેવડ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સની એક બસમાં આગ લાગી હતી રોડ પર દોડતી બસને સાઈડમાં કરીને મુસાફરો, ડ્રાઈવર અને ક્લિનર સહિતના તમામ ઉતરી ગયા હતા ખાનગી બસ મહેસાણાથી 13 કિમીના અંતરે હાઈવે પર દોડતી હતી ત્યારે આગનો બનાવ બન્યો હતો બસ સંપૂર્ણ રીતે આગની લપેટમાં આવી ગઈ હતી હાઈવે પર પસાર થતાં લોકોએ આગને પગલે રોકાઈ ગયા હતા અને પોતાના મોબાઈલમાં આગના બનાવને કેદ કરતા જોવા મળ્યા હતા જ્યારે બસમાંથી આગને પગલે ધૂમાડાના ગોટેગોટા બહાર હાઈવે પર દૂરથી જોઈ શકાતા હતા આગ લાગવાની કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે