આસામમાં વરસાદ અને અતિવૃષ્ટીની પરિસ્થિતિ યથાવત છે આ આપદામાં 15 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે અને અતિવૃષ્ટીમાં 7 લોકોના મોત થઈ ચૂક્યાં છે આસામના મોરીગાવ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેમાં એક પ્રાયમરી સ્કૂલની બિલ્ડિંગ બ્રહ્મપુત્રા નદીમાં સેકન્ડોમાં સમાઈ જાય છે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે તેંગાગુરી વિસ્તારની પ્રાઇમરી સ્કૂલની એક બિલ્ડિંગ સેકન્ડોમાં પાણીમાં સમાઈ જાય છે બ્રહ્મપુત્રા નદીના પુરના કારણે પરિસ્થિતિ વધુ વિષમ બની રહી છે અસમમાં બ્રહ્મપુત્રા સિવાય ડિકહાઉ, ધનસિરી, જિયા ભરાલી, પુથિમારી અને બેકી નદીઓ પણ ખતરારૂપ છે લોકોની મદદ માટે સરકારે કંટ્રોલ રૂમ બનાવડાવ્યા છે