¡Sorpréndeme!

સલમાન ખુરશીદે કહ્યું- ગ્રામીણ વિસ્તારોમાં રહેનાર લોકો ડરમાં જીવી રહ્યાં છે

2019-07-13 290 Dailymotion

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે શનિવારે ન્યુઝ એજન્સી સાથે ઉન્નાવમાં થયેલી ઘટનાને લઈને વાત કરી હતી તેમણે દાવો કર્યો કે ગ્રામીણ વિસ્તારોમાં રહેનાર સમાજના નબળા વર્ગના લોકો ડરમાં જીવી રહ્યાં છે દરેક ભારતીયની જવાબદારી છે કે આ લોકોના દર્દને સમજે

ખુરશીદે જણાવ્યું કે જે લોકો દિલ્હી કે તેના આસપાસના વિસ્તારમાં રહે છે, તેમના માટે ગંભરાવવા જેવી કોઈ બાબત નથી પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં રહેનાર લોકને કોઈ સાંભળતું નથી આપણી એ જવાબદારી છે કે આપણે તેમની વાતને પણ સાંભળીએ આ માત્ર ભારતીય મુસ્લિમોની જ વાત નથી પરંતુ દરેક ભારતીયએ આ અનુભવવું જોઈએ