¡Sorpréndeme!

રાજકોટમાં ગમતી યુવતીના બદલે બીજી સાથે લગ્ન કરવાનું કહેતા યુવકે હોટલમાં વખ ઘોળ્યું

2019-07-13 284 Dailymotion

રાજકોટ: શહેરના લીમડા ચોક નજીક આવેલી હોટેલમાં યુવકે ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો પોતાને જે યુવતી પસંદ હતી તેના બદલે પરિવારજનોએ બીજી યુવતી સાથે લગ્ન કરવાનું કહેતા યુવકે પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું લીમડા ચોક નજીક આવેલી સિલ્વર સેન્ડ હોટેલમાં બે દિવસથી ઉતરેલા કેતન ધીરજલાલ જોબનપુત્રા (ઉવ29) શુક્રવારે હોટેલના ચેકઆઉટના સમયે રૂમની બહાર આવ્યો નહોતો લાંબો સમય વિતી જતાં હોટેલ સ્ટાફે રૂમનું બારણું ખટખટાવ્યું હતું પરંતુ અંદરથી કોઇ પ્રતિસાદ નહીં મળતાં કશુક અજુગતું થયાની શંકાએ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે સ્થળ પર પહોંચી હોટેલનું બારણું તોડતાં જ કેતન જોબનપુત્રાની લાશ જોવા મળી હતી, યુવકે ઝેરી દવા ગટગટાવી હતી અને ઝેરી દવાનું પાઉચ પણ બાજુમાં પડ્યું હતું