¡Sorpréndeme!

પાણીપુરીના 25 યુનિટ પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, 100 કિલો હાનિકારક જથ્થાનો નાશ કરાયો

2019-07-10 388 Dailymotion

વડોદરા: ચોમાસાની શરૂઆત થતાં જ વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્લમ વિસ્તારમાં બનતી પાણીપુરીના 25 જેટલા યુનિટ ઉપર દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન ટીમે સળેલા બટાકા, ખરાબ ચણા અને પુરી મળીને 100 કિલો આરોગ્ય માટે હાનિકારક જથ્થાનો નાશ કર્યો હતો ફૂડ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં સંભવતઃ રોગચાળા સામે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવે છે જેમાં આજે શહેરના વીઆઇપી રોડ ખોડીયારનગર, સમા, સમા ગણેશનગર જેવા સ્લમ વિસ્તારમાં બનતી પાણીપુરીના 25 યુનિટ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું