¡Sorpréndeme!

ગૌ તસ્કરીની શંકામાં 20 લોકોને ઢોર માર, ગૌ માતાની જયના નારા લગાવડાવ્યા

2019-07-07 372 Dailymotion

ખંડવા/ ઈન્દોરઃગાયોની ચોરી કરવાની શંકામાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ ગ્રામ્ય લોકોની મદદથી 20 લોકોને પકડ્યા હતા ત્યારબાદ તેમની સાથે મારઝુડ કરીને ગાય માતાની જયના નારા લગાવડાવ્યા હતા ત્યારબાદ આ લોકોનો વરઘોડો કાઢીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા પોલીસે કેસ નોંધી લીધો છે આ કેસ ખાલવા ગામનો છે

હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓને સૂચના મળી હતી કે ખાલવા ગામની પાસે એક ગેન્ગ દ્વારા ગાયોની ચોરી કરીને મહારાષ્ટ્ર લઈ જવાની તૈયારી કરાઈ રહી હતીજેની જાણ થતા કાર્યકર્તાઓ શનિવારે મોડી રાતે ખાલવા પાસે આવેલી સરહદ પર તહેનાત થઈ ગયા હતા રવિવારે સવારે અંદાજે 5 વાગે ખાલવાના છિંદખેડા ગામની પાસે ગાયો ભરેલા 8 પિકઅપ ગાડીઓને ઝડપી પાડવામાં આવી હતી