¡Sorpréndeme!

ઈન્ટર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે મારામારી, ખુરશીઓ ઉછળી

2019-07-07 184 Dailymotion

અમદાવાદ શહેરના કાંકરિયા સ્થિત ટ્રાન્સ્ટેડિયા એરેના ક્લબમાં આજે યોજાયેલી કબડ્ડીની મેચમાં બે ટીમો વચ્ચે મારામારી થઈ હતી ઈન્ટરકોલેજ ટુર્નામેન્ટમાં બે ટીમ સામસામે આવી ગઈ હતી અને બાદમાં ખુરશીઓ ઉછળી હતી કબડ્ડીનું મેદાન રણમેદાનમાં પરિવર્તિત થયું હતુંકબડ્ડીની મેચમાં મારામારી બાદ ખુરશીઓ ઉછળી હતી જેને પગલે ત્યાં મેચ નિહાળી રહેલા દર્શકોની દોડધામ મચી હતી તોફાની તત્વોએ હવામાં ખુરશીઓ મારતા ડરનો માહોલ ઊભો થયો હતો જેને પગલે ત્યાં હાજર દર્શકોએ ભાગવું પડ્યું હતું ટ્રાન્સ્ટેડિયા એરેનામાં અમદાવાદની કોલેજો વચ્ચે ઈન્ટરકોલેજ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જેને ફાર્ચ્યુન જાયન્ટ્સે ટુર્નામેન્ટને સ્પોન્સર કરી હતી જેની આજે એપી પટેલ કોલેજ અને એચ કે બીબીએ કોલેજના સ્ટુડન્ટ વચ્ચે સેમિફાઈનલ રમી રહી હતી દરમિયાન મારામારી અને ખુરશીઓ ઉછળતાં મેચને સ્થગિત કરી દેવાઈ હતી