¡Sorpréndeme!

તળાવમાંથી વૃદ્ઘની લાશ કાઢવા ગયેલી ટીમ પર 12 ફુટ લાંબા, 400 કીલો વજનનાં મગરનો હુમલો

2019-07-06 547 Dailymotion

માતર: માતર તાલુકાના ત્રાજ ગામે શુક્રવારની નમતી બપોરે તળાવમાં ન્હાવા પડેલા 65 વર્ષિય વૃદ્ધને અચાનક મગર ખેંચી ગયો હતો આ મગરને રેસ્ક્યુ ટીમ દ્વારા મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વૃદ્ધનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્રાજ ગામે રહેતા લક્ષ્મણભાઈ પ્રભાતસિંહ ચાવડા (ઉવ65) શુક્રવારની નમતી બપોરે ગામના તળાવમાં ન્હાવા ગયાં હતાં તેઓ તળાવ કિનારે ઢીંચણસમા પાણીમાં ઉતરી ન્હાતા હતા તે દરમિયાન અચાનક મગર આવ્યો હતો અને તેમને પાણીમાં ખેંચી ગયો હતો