મંગળા આરતી અને મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કર્યા બાદ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે 142મી રથયાત્રામાં વિવિધ અખાડાઓ દ્વારા કરતબો જોવા મળ્યા હતા તેમજ તેની સાથે સાથે વર્લ્ડકપ, મેટ્રો, મોદી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ દરમિયાન ભજન મંડળીના યુવકોની પીઠ પાછળ મોદી-અમિત શાહને અભિનંદ પાઠવતા લખાણો તો ક્યાંક ડ્રમ પર બાર બાર ફિર એકબાર મોદી સરકાર જેવા વાક્યો લખેલા જોવા મળ્યા હતા આ સિવાય આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતી ઝાંખીઓ, વિંગ કમાન્ડર અભિનંદન, રાષ્ટ્રપ્રેમ અને સ્વચ્છતા અભિયાનની પ્રતિકૃતિઓ જોવા મળી હતી