અમદાવાદઃ4 જુલાઈના રોજ નીકળનારી જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ભગવાન જગન્નાથજીને પ્રિય એવા કુસ્તીબાજો પણ પોતાની તૈયારીમાં લાગી ગયા છે કુસ્તીબાજો દ્વારા રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથને રીઝવવા માટે અને રથયાત્રાની શોભા વધારવા માટે અનેક તૈયારીઓ કરવામાં આવે છે રથયાત્રામાં અખાડાઓ આકર્ષણનું કેન્દ્ર બને છે, ત્યારે આ રથયાત્રામાં જોડાનારા 30થી વધુ અખાડાઓ અંગ કસરતના તેમજ કલા-કૌશલ્યના અનોખા કરતબો કરે છે ઉલ્લેખનીય છે કે, પ્રતિવર્ષ કુસ્તીબાજો પોતાના બોડી શેપ, ચેસ્ટ, ટ્રાયસેપ, બાયસેપથી લોકોનું ધ્યાન ખેંચે છે