¡Sorpréndeme!

જ્યારે ક્રિસ ગેઈલ અને સેમ્યૂઅલે 372 રનની પાર્ટનરશીપ કરી

2019-06-26 475 Dailymotion

કેમરા,ક્રિકેટ અને કિસ્સામાં આજે એ અદભૂત બેટિંગ વિશે વાત કરીશું જેના વડે વેસ્ટઈન્ડિસે ન માત્ર મેચ જીતી પરંતુ સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ પણ બનાવ્યો વાત છે વર્લ્ડ કપ 2015ની ટોસ જીતીને વેસ્ટઈન્ડિસે ઝિમ્બાબ્વે સામે પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો ઓપનિંગ કરવા માટે ક્રિસ ગેઈલ અને સ્મિથ પિચ પર આવ્યા સ્મિથ બે જ બોલ રમીને બોલ્ડ થઈ ગયો ત્યાર બાદ સેમ્યૂઅલે ગેઈલનો સાથ આપ્યો બંન્ને બેટ્સમેનોએ બોલરોની એ રીતે ધોલાઈ કરી કે કોઈ વિચારી પણ ન શકે ક્રિસ ગેઈલે 147 બોલમાં 215 રન ફટકાર્યા ગેઈલે તોફાની ઈનિંગમાં 16 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા તો સેમ્યૂઅલ્સે 156 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 133 રન માર્યા



બંનેએ મળીને 50 ઓવરમાં 372 રનની પાર્ટનરશીપ કરી અને આ જ ટીમનો પણ સ્કોર બની ગયો આ વર્લ્ડકપના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ઈનિંગ ગણાય છે ઝિમ્બાબ્વે આ મેચ 73 રનથી હારી ગયુ હતુ