¡Sorpréndeme!

મોદીએ કહ્યું- ચમકી તાવ સરકારની સૌથી મોટી નિષ્ફળતામાંથી એક

2019-06-26 228 Dailymotion

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ચોરીની શંકામાં યુવકની મોબ લિંચિંગ અને બિહારમાં ચમકી તાવથી બાળકોના મોત અંગે પહેલી વખત નિવેદન આપ્યું છે મોદીએ બુધવારે રાજ્યસભામાં કહ્યું કે, ઝારખંડમાં યુવકની હત્યાનું સૌને દુઃખ છે ગૃહમાં કહેવામાં આવ્યું કે, ઝારખંડ મોહ લિંચિંગનો અડ્ડો બની ગયો છે જે યોગ્ય નથી આખા ઝારખંડને બદનામ કરવાનો કોઈને હક નથી સાથે જ ચમકી તાવ અંગે મોદીએ કહ્યું કે, આ 7 દાયકાઓમાં સરકારોની સૌથી મોટી નિષ્ફળતાઓમાંની એક છે દુઃખની વાત તો એ છે કે આધુનિક યુગમાં પણ આવું થઈ રહ્યું છે હું બિહાર સરકાર સાથે સંપર્કમાં છું