¡Sorpréndeme!

આલીપોર-એંધલ વચ્ચે લકઝરી બસ પર હુમલો, સળિયા-લાકડાં સાથે તૂટી પડ્યા, 5ને ઈજા

2019-06-26 7,964 Dailymotion

સુરતઃ નવસારી નેહા48 ઉપર આલીપોરથી એંધલ ગામ વચ્ચે ખાનગી લક્ઝરી બસ ઉપર મધરાત્રે અજાણ્યા પાંચ જેટલા શખ્સોએ કારથી બસને ઓવરટેક કરીને લાકડા-સળિયા વડે હુમલો કરતા બસ હંકારી રહેલા ચાલક સહિત પાંચ જેટલા મુસાફરોને ઈજા પહોચી હતી આ ઘટનાને લઈ મુસાફરોમાં ગભરાટનો માહોલ છવાયો હતો જોકે બસ ચાલકે સમજદારી દાખવી બસ ઉભી નહિ રાખતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો ચાલકે બસ બોરીયાચ ટોલનાકા પાસે ઉભી રાખતા આખરે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર મધરાત્રે 12-30કલાકની આસપાસ મુંબઈથી રાજસ્થાન જતી ખાનગી લક્ઝરી બસ નંબર (આરજે 12 પીએ 3799) નવસારી જિલ્લાના આલીપોરથી એંધલ વચ્ચેથી પસાર થઇ રહી હતી એ દરમિયાન રાત્રે 1230ની આસપાસ કારમાં સવાર પાંચ જેટલા શખ્સોએ બસનો પીછો કરી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો