¡Sorpréndeme!

કેન્દ્રિય વિદેશમંત્રી જયશંકર અને જુગલ ઠાકોરે રાજ્યસભાની ઉમેદવારી નોંધાવી

2019-06-25 104 Dailymotion

ગાંધીનગર: અમિત શાહે ગાંધીનગર બેઠક અને સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક પર લોકસભા ચૂંટણી જીતતા રાજીનામા આપ્યા છે જેને પગલે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપે એક બેઠક પર કેન્દ્રિય વિદેશમંત્રી એસ જયશંકર અને બીજી બેઠક પર મહેસાણાના ઠાકોર સમાજના નેતા જુગલ લોખંડવાલા(ઠાકોર)ની પસંદગી કરી છે આજે બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી પહેલા બંને ઉમેદવારો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા જ્યારે કોંગ્રેસ પણ પોતાના બે ઉમેદવારોને પેટાચૂંટણીમાં ઉતાર્યા છે જેમાં એક બેઠક પર ગૌરવ પંડ્યા અને બીજી બેઠક પર ચંદ્રિકાબેન ચુડાસમા ઉમેદવારી નોંધાવી છે ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીને અલગ અલગ બેલેટ પેપરથી ચૂંટણી યોજવા સામે કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે રાહત આપી ન હતી અને હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા જણાવી અરજી ફગાવી હતી