રાજસ્થાનના બાડમેર જિલ્લામાં અચાનક વાવાઝોડું આવવાથી રામ કથા સાંભળી રહેલા લોકો પર લોખંડના પાઈપ સાથેનો મંડપ પડ્યો હતો આ પાઈપોમાં વીજ કરંટ વહી રહ્યો હોવાથી 14ના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે 70થી વધુને ઈજા થઈ હતી આ દુર્ઘટના બાલોતરા વિસ્તારના જસોલ ગામમાં સર્જાઈ હતી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટનામાં તપાસના આદેશ કર્યા છે