પાલનપુરઃ બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું વહેલી સવારે પાંચ વાગ્યા પોલીસ ચેકિંગ દરમિયાન કારમાં સવાર શખ્સોએ ફાયરિંગ કર્યું હતું ચેકિંગ કરતી વખતે પોલીસે કાર ઉભી રાખી હતી, પરંતુ આરોપીઓ ભાગ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું જોકે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી પોલીસે પીછો કરતા આરોપીઓ કાર છોડી ભાગ્યા હતા પોલીસે કાર સાથે એકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે