¡Sorpréndeme!

લિંબાયત વિસ્તારમાં આવેલી મજકુર સોસાયટીના સાંઈ મંદિરની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર

2019-06-23 1 Dailymotion

સુરત: લિંબાયત વિસ્તારમાં આવેલી મજકુર સોસાયટીના સાંઈબાબા મંદિરની પાસે આવેલી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર બહાર આવ્યું છે સોસાયટીના રહીશોની સહીયારા વપરાશ માટેની જમીનને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસ રીતે પચાવી પાડી પાકું આરસીસીનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું જેનાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ લિંબાયત પીઆઈને લેખિતમાં જાણ કરી છે ત્યારબાદ ભારે હોબાળો થતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને પોલીસની મદદથી અટકાવવામાં આવ્યું છે મંદિરની જગ્યા પચાવી પાડવાનો પ્રયાસ કરનાર રાજકીય આગેવાનો સામે સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે