¡Sorpréndeme!

ગરધીયા ગામમાં 13 ફૂટનો મહાકાય મગર ઘૂસી જતા ગામ લોકોમાં ફફડાટ, વનવિભાગે મગરને રેસ્ક્યૂ કર્યો

2019-06-23 267 Dailymotion

વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગરધીયા ગામના ટેકરવાડા ફળીયામાં 13 ફૂટનો મહાકાય મગર ઘૂસી જતા ગામ લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો ગ્રામજનોએ તુરંત જ વડોદરા વનવિભાગની ટીમને જાણ કરી હતી જેથી વડોદરા વનવિભાગની ટીમ તુરંત જ ગરધીયા ગામમાં દોડી ગઇ હતી અને મહાકાય મગરનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું ભારે જહેમત બાદ વનવિભાગે મગરને પકડી પાડ્યો હતો અને પાંજરે પુરીને વડોદરા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો