કારમી ગરીબીમાં જ્યાં પગમાં પહેરવા માટે ચપ્પલનાં પણ ફાંફાં હોય ત્યાં કોઈ સ્પોર્ટ્સ શૂઝ જ પહેરાવી દે ત્યારે કેવી લાગણી થતી હોય તે આ વીડિયો બહુ જ આબેહૂબ રીતે વ્યક્ત કરે છે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા યૂગાન્ડાના આ વીડિયોએ લોકોની આંખમાં આંસૂ લાવી દીધાં હતાં ત્યાં ફરવા માટે નીકળેલી એક મહિલાની નજર આ ગરીબ યુવતી પર પડી હતી ધોમધખતી ગરમીમાં તેને ઉઘાડપગે જોઈને લૌરા ગ્રીર નામની પ્રવાસી મહિલાનું હૃદય પીગળી ઉઠ્યું હતું આ મહિલાની આવી દયનીય દશા જોઈને તરત જ પોતાની કાર રોકાવી દીધી હતી આખી પરિસ્થિતીનો તાગ મેળવીને આ દયાળુ પ્રવાસીએ ડ્રાઈવરને તેની પાસે મોકલીને પોતાના સ્પોર્ટ્સ શૂઝ તેના પગમાં પહેરાવ્યા હતા જે ગરીબના નસીબમાં પહેરવા માટે આખી જીંદગીમાં એક જોડી ચપ્પલ નહોતા તે પગમાં આવા મખમલી મોંઘાદાટ શૂઝ પહેરીને જ ખુશખુશાલ થઈ ગઈ હતી પોતાની આ ખુશી પણ તે કાબૂમાં નહોતી રાખી શકી ને તરત જ તે ખુલ્લા મને ડાન્સ કરવા લાગી હતી તેનો વીડિયો પણ લૌરાએ જ રેકોર્ડ કર્યો હતો તેના કહેવા મુજબ આ મહિલા માટે પહેલીવાર પગમાં શૂઝ પહેરવાનો અનુભવ અકલ્પનીય હતો