¡Sorpréndeme!

ચોટીલાના આનંદપુરમાં ટીવીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી, માતા-પુત્રી ભડથું

2019-06-22 1,904 Dailymotion

સુરેન્દ્રનગરઃચોટીલાના આનંદપુર ખાતે એક ઘરમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરના ચીથરા ઉડી ગયા હતા અને આગ ફાટી નીકળી હતી આગ એટલી પ્રચંડ હતી કે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી અને માતા-પુત્રી ભડથું થઇ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે માતા-પુત્રીને બચાવવાનો પ્રયાસ કરતા જેઠાણી દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છેબનાવની વિગત એવી છેકે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના આણંદપુર ખાતે માતા-પુત્રી ઘરમાં સૂતા હતા એ સમયે ટીવીમાં બ્લાસ્ટ થયો હતો શુક્રવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ગ્રામજનો આગને કાબૂમાં લે એ પહેલા જ માતા-પુત્રી આગમાં ભડથું થયા હતા