સુરતઃસરસાણા કન્વેન્શન હોલ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વીસી શિવેન્દ્ર ગુપ્તા ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા હતા ચાલું યોગ દરમિયાન અચાનક વીસી યોગની ક્રિયા અલગ રીતે જ કરવા લાગતા પહેલી હરોળમાં યોગ કરતા મંત્રી ગણપત વસાવા, કલેક્ટર અને મેયરનું ધ્યાન પણ તેમની તરફ ખેંચાઈ ગયું હતું મોટી સંખ્યામાં યોગ કરતા કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓમાં પણ આ કિસ્સો હાસ્યાસ્પદ બન્યો હતો