¡Sorpréndeme!

ન્યુઝીલેન્ડમાં હવે સેમી-ઑટૉમેટિક હથિયાર રાખવું ગેરકાયદેસર,સરકાર પરત લઈને બદલામાં પૈસા આપશે

2019-06-20 460 Dailymotion

ન્યુઝીલેન્ડ સરકારે ગુરૂવારે ગન બાયબેક સ્કીમ લાગુ કરતાં ખતરનાક સેમી-ઑટૉમેટિક ગન પર પ્રતિબંધ મૂકી દીધો છે સરકારે લોકોને છ મહિનામાં સેમી-ઑટૉમેટિક ગન સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે ગનના બદલામાં સામે લોકોને પૈસા પણ આપવામાં આવશે જે લોકો ગન સરેન્ડર નહીં કરાવે તેમને પાંચ વર્ષની સજા પણ થઈ શકે છે ક્રાઇસ્ટચર્ચમાં 15 માર્ચે બે મસ્જિદોમાં થેયેલા ફાયરિંગના પગલે સરકારે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે આ હુમલામાં 51 લોકોના મોત થયા હતા

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા આર્ડર્ને 15 માર્ચના હુમલામાં માર્યા ગયેલા મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી આ મુલાકાતમાં આર્ડર્ને કહ્યું હતું કે દેશમાં ગન લૉને હજી વધુ કડક કરવાની જરૂર છે તેમણે લોકોને કહ્યું હતું કે તેઓ ત્રણ મહિનાની અંદર હથિયાર સંબંધી નિયમ સખત બનાવશે