માંડવી: હાલમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે કેટલાક બાળકો પોતાના જીવને જોખમમાં મુકીને માંડવીના રુકમાવતી બ્રિજની 40થી 50 ફૂટ ઊંચાઇ પરથી છલાંગ લગાવતા જોવા મળ્યા હતાં બાળકોએ આ જોખમ ભર્યા સ્ટંટને વીડિયોમાં કેદ કર્યા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા વીડિયોમાં એક પછી એક બાળકો કોઇપણ ભય વગર છલાંગો લગાવતા જોવા મળી રહ્યા છે એક તરફ તંત્ર દ્વારા સ્થાનિક લોકોને દરિયાથી દૂર રહેવાની સૂચનાઓ અપાઇ છે ત્યારે આ બાળકો હાઈએલર્ટની પરવા કર્યા વગર કૂદકા મારતા જોવા મળ્યા હતાં