¡Sorpréndeme!

પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદે ભારતીય ટીમના વખાણ કર્યા

2019-06-17 5,281 Dailymotion

વર્લ્ડ કપ મુકાબલામાં રવિવારે ભારત સામે હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદે ભારતીય ટીમના વખાણ કર્યા છે સરફરાઝે કહ્યું કે, જે ટીમ દબાણને ઝીલી લે છે, તે જ મેચ જીતે છે 90ના દશકાની પાકિસ્તાન ટીમ આવું કરવામાં અવલ્લ હતી પરંતુ હવે ભારતીય ટીમ અમારા કરતા સારી છે સાથે જ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે, સફરાઝ મેચ દરમિયાન અસમંજસમાં હતા તેઓ અને પાકિસ્તાની ટીમ વિચારની શક્તિ ખોઈ બેઠા હતા

સરફરાઝે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમારી ટીમે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું આ જ હારનું કારણ હતું મેચ પહેલા જ વડાપ્રધાન ઈમરાનખાને ટ્વીટ કર્યુ હતું કે, પહેલા બેટિંગ પસંદ કરવી જોઈએ આ ઉપરાંત તેમને ટ્વીટર પર અન્ય ઘણા સૂચનો પણ કર્યા હતા જો કે, સરફરાઝે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો