¡Sorpréndeme!

લોકસભાના સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક શરુ, PM મોદી હાજર, વિપક્ષનો સહયોગ માગશે

2019-06-16 1,104 Dailymotion

નવી દિલ્હીઃકેન્દ્ર સરકારે નવ નિર્વાચિત લોકસભાના પહેલાં સત્રના એક દિવસ પહેલાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે સરકાર આ સત્રમાં મહત્વપૂર્ણ ખરડાઓને પાસ કરાવવા માટે વિપક્ષનો સહયોગ માગશે આ ખરડામાં ટ્રિપલ તલાક બિલ પણ છે, જેને કેન્દ્રીય મંત્રીમંડળે ગત બુધવારે જ મંજૂરી આપી છે સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ગુલામનબી આઝાદ સહિત વિપક્ષના નેતાઓની મુલાકાત કરી, સંસદનું સુચારુ સંચાલન અંગે તેમનો સહયોગ માગ્યો