¡Sorpréndeme!

વાયુ વાવાઝોડાના બ્રીફીંગ વખતે નીતિનભાઈએ 6 વખત વિજય રૂપાણીને કાનમાં માહિતી આપી

2019-06-16 17,436 Dailymotion

ગત તારીખ 12 જૂનના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાયુ વાવાઝોડાની મંડરાતી આફતના પગલે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની મુલાકાત લઇ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી આખી પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ મીડિયા સામે વિજયભાઈ રૂબરૂ થયા હતા મીડિયા સાથેના તેમના આ ઈન્ટરવ્યૂમાં તેમની સાથે ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં તો સાવ અવળો ઘટનાક્રમ જોવા મળ્યો હતો રાજ્યના મુખ્યમંત્રી હોવાના નાતે વિજયભાઈ પાસે વાયુ વાવાઝોડાની તલસ્પર્શી માહિતી હોવી જરૂરી હતી, પણ અહીં તો જોઈ શકાતું હતું કે તેમની પાસે ઘણી બધી વિગતોની અધકચરી માહિતી હતી તેમને જ્યાં જ્યાં સંપૂર્ણ વિગતો આપવામાં તકલીફ પડી ત્યાં ત્યાં તેમની બાજુમાં બેઠેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પૂરક વિગતો આપી હતી એક સમય એવો પણ આવ્યો હતો કે તેઓ નિતિનભાઈએ આપેલી વિગતો સાથે જ મીડિયાને બ્રિફ કરતા રહ્યા હતા નીતિનભાઈએ પણ મુખ્યમંત્રીને એક બે નહીં પણ 6 વખત ઘટતી વિગતો આપીને વાકેફ કર્યા હતા સોશિયલ મીડિયામાં આ સમગ્ર ઘટનાક્રમનોવીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો