જામનગર:શહેરનાં તળાવની પાળ વિસ્તારમાં રેકડી અને પાથરણાંવાળા નાના ધંધાર્થીઓને જગ્યા રોકાણ વિભાગ દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ બાદ આજે ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ રણચંડીનું રૂપ ધારણ કરી કમિશનરની ચેમ્બરમાં લાકડીઓ વિંઝતા સનસનાટી મચી ગઈ હતી આ સાથે જ તેમણે કહ્યું હતું કે હું પોલીસથી પણ ડરતી નથી જો કે અગાઉ અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય પછી રાજકોટમાં ભાજપના કોર્પોરેટરની મહિલાઓ પર દબંગગીરી કરી ચુક્યાના કિસ્સા હજુ તાજા જ છે ત્યાં ફરી અહીંયા સત્તાના મદમાં મહિલા કોર્પોરેટરે જ સરકારી ઓફિસર પર દબંગગીરી કરતા જોવા મળ્યા હતા