¡Sorpréndeme!

ઈ શ્રીધરનનો મોદીને પત્ર- દિલ્હી મેટ્રોમાં મહિલાઓને ફ્રી યાત્રાની મંજૂરી ન આપો

2019-06-15 977 Dailymotion

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન(ડીએમઆરસી)ના પૂર્વ પ્રમુખ ઈ શ્રીધરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે શ્રીધરને મોદીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મહિલાઓને મેટ્રોમાં ફ્રી યાત્રા વાળી પ્રસ્તાવિત યોજનને નામંજૂર કરવાની માંગ કરી છે મેટ્રો મેનના નામથી જાણીતા શ્રીધરને તેના માટે મેટ્રોની આર્થિક સ્થિતિનો હવાલો આપ્યો એ પહેલા પણ વિપક્ષી દળ ભાજપ અને કોંગ્રેસ પણ યોજના પર સમીક્ષા કરવાની માંગ કરી ચૂક્યા છે

દિલ્હી મેટ્રોના પ્રથમ વ્યવસ્થાપક શ્રીધરને મોદીને કહ્યું કે દિલ્હી મેટ્રો 2002થી શરૂ થઈ ચુકી છે તાત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપેયે ડિસેમ્બર 2002માં પ્રથમ ટિકિટ શહાદરાથી કાશમીરી ગેટ માટે પ્રવાસ કર્યો હવે જો દિલ્હી મેટ્રોમાં મહિલાઓને ફ્રી યાત્રાની પરવાનગી આપવમાં આવે છે, તો તે સમગ્ર દેશની મેટ્રો માટે અલાર્મ હશે