¡Sorpréndeme!

રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં મજૂરો પર જુલમ, હત્યાનો ગુનો કબુલવા ઈલેક્ટ્રિક શોક આપે છે

2019-06-14 689 Dailymotion

અમદાવાદ: સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથની ઘટનામાં હજી સુધી જવાબદાર આરોપી પોલીસ અધિકારીઓ ફરાર છે ત્યારે અમદાવાદમાં પણ પોલીસની કસ્ટડીમાં માર મારવાની ઘટના સામે આવી છે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર થયેલી હત્યા મામલે ઇવેન્ટ સેન્ટરમાં ગાર્ડનમાં કામ કરતા મજૂરોને પોલીસે ઉઠાવી તેમને ઢોર માર મારી ગુનો કબૂલી લેવા માટે દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્રણથી ચાર મજૂરોને બેરેહમીથી માર મારવામાં આવ્યો છે તેઓને ઇલેક્ટ્રિકલ શોક પણ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મૂળ મધ્યપ્રદેશ અને આદિવાસી ગરીબ મજૂરો મજૂરી કરી ગુજરાન ચલાવતા હોય પોલીસના ડરથી કોઈ ફરિયાદ કરી શક્યું નથી