પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીથી શરૂ થયેલી લડાઈ હવે રાજકીય લડાઈ બનતી જાય છે અહીં એક જૂનિયર ડોક્ટર સાથે થયેલી મારઝૂડની ઘટના પછીથી મેડિકલ એસોસિયશનમાં ગુસ્સો છે અને ડોક્ટર્સ હડતાળ પર જતા રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ ડોક્ટર્સને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો તેઓ કાર્ય પર પાછા નહીં ફરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે જોકે મમતાના અલ્ટીમેટમની ડોક્ટર્સ પર કોઈ અસર થઈ નથી બંગાળમાં ડોક્ટર્સની હડતાળની અસર હવે દેશના અન્ય હિસ્સામાં પણ જોવા મળી રહી છે