¡Sorpréndeme!

વેરાવળના દરિયામાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાયો, સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ, એક માછીમારનું મોત

2019-06-13 9,562 Dailymotion

વેરાવળ/ રાજકોટ:વાયુ વાવાઝોડુનો ખતરો ગુજરાત પર નહીં આવે તેવું સ્કાયમેટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પરંતું તેની અસર પોરબંદર, દ્વારકા, વેરાવળ અને ઓખાના દરિયાકાંઠે થશે વહેલી સવારથી વેરાવળના દરિયો ગાંડોતૂર બન્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે હાલ વેરાવળના દરિયાકાંઠે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે તેમજ પવનના સુસવાટા વચ્ચે ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે ઉનાના રાજપરા બંદર ખાતે ગઇકાલે એક માછીમાર દરિયામાં ગરકાવ થયો હતો જેનો આજે મૃતદેહ મળી આવ્યો છે વેરાવળમાં ભારે પવનને કારણે 10થી 12 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે પરંતુ કોઇ જાનહાનિ સર્જાઇ નથી