¡Sorpréndeme!

પુણેથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ

2019-06-12 797 Dailymotion

વડોદરા: પુનાથી અમદાવાદ જતી દીપ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો લઇને વડોદરા આવી રહેલા વારસીયાના બુટલેગર અને લક્ઝરી બસના કંડક્ટરની વડોદરા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે પોલીસે લક્ઝરી બસ અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 4125 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે વડોદરા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એબીમિશ્રાને માહિતી મળી હતી કે, વારસીયામાં ટી-15, 248, એસકે કોલોનીમાં રહેતો અને ગુનાહિત ભૂતકાળ ધરાવતો બુટલેગર પ્રેમ સેવકરામ પહેલવાની પૂના - અમદાવાદ વચ્ચે ચાલતી દીપ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો લાવે છે અને વારસીયામાં ધંધો કરે છે જે માહિતીના આધારે દીપ ટ્રાવેલ્સની લકઝરી બસ ખોડિયારનગર ચાર રસ્તા પાસે સ્ટાફના ભરતભાઇ, સુરેશભાઇ, આઝાદ સુર્વે, બિપીનભાઇ અને ગણેશભાઇની મદદ લઇ રોકી હતી