અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સંસ્કાર ટાવર પરથી 19 વર્ષીય યુવાને ઝંપલાવી આપઘાત કર્યો છે મૃતક યુવાન ઇગ્નો યુનિવર્સિટીમાં એક્સ સ્ટૂડન્ટ તરીકે અભ્યાસ કરતો હતો આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી યુવક છેલ્લા બે મહિનાથી ખરાબ વિચારોથી પીડાતો હોવાની થિયરી મિત્રો દ્વારા જણાવવામાં આવી છે મૃતક જયમીન ડાભીના પરિવારમાં ચાર સભ્યો છે પિતા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને કામ સબબ શહેરની બહાર હોવાનું જાણવા મળ્યું છે