¡Sorpréndeme!

ગોંડલનાં નવા માર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા પુરુષની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી

2019-06-11 839 Dailymotion

રાજકોટ:ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ પાસે સવારના સમયે હત્યા કરેલી હાલતમાં એક પુરુષની લાશ મળી આવી હતી જેથી સમગ્ર ઘટનાની જાણ સિટી પોલીસને કરવામાં આવતા ઘટનાસ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ સામે ટ્રકોનો જમાવડો રહેતો હોય છે ત્યારે સવારના સુમારે અજાણ્યા પુરુષની લાશ હોવાની માહિતી મળતાં સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયેલ હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાઅજાણ્યા પુરુષની લાશ પાસે લોહી લાગેલા હાલતમાં પથ્થર પણ મળી આવતા પોલીસે હત્યાની શંકા દાખવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રક ધોરાજી સાઇડનો હોવાનું બહાર આવ્યું હતું અલબત્ત અજાણ્યા પુરુષની લાશ ટ્રકનો ડ્રાઈવર છે કે ક્લીનર તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી