વર્લ્ડ કપમાં ઓવલ મેદાન પર રવિવારે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું છે મેચમાં ભારતની બેટિંગ દરમિયાન દર્શકોએ ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટીવ સ્મીથ સામે હૂટિંગ કર્યુ હતું દર્શકોએ સ્મીથ સામે ચીટર ચીટરના નારા લગાવ્યા છે મેચ જીત્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ દર્શકોના આ વર્તન માટે સ્મીથની માફી માગી હતી માર્ચ 2018માં સ્ટીવ સ્મીથ પર બોલ ટેમ્પરિંગના કારણે એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો, જે તાજેતરમાં જ ખતમ થયો છે
વિરાટ કોહલીની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સ્મીથ બાઉન્ડ્રી પર ફિલ્ડીંગમાં હતો જેની પાછળ સ્ટેન્ડમાં હાજર દર્શકોએ ચીટર-ચીટરના નારા લગાવ્યા હતા ત્યારે કોહલીએ મેદાન પરથી જ ઈશારો કરીને દર્શકોને આ પ્રકારનું વર્તન કરતા અટકાવ્યા હતા સ્મીથ સહિત અન્ય ખેલાડીઓએ પણ વિરાટના આ વર્તનની ઘણી પ્રશંસા કરી હતી