વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં બક્ષીસ માગવાં મામલે કિન્નરોના બે જૂથ વચ્ચે ભારે હોબાળો થયો ત્યાર બાદ બંને જૂથને લાલકુર્તી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અહીં કિન્નરોએ ભારે હોબાળો કરતાં પોલીસે મામલો થાળે પાડવા બળપ્રયોગ કર્યો હતો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો આ ઘટનાને પગલે SSP નીતિન તિવારીએ કહ્યું કે, ‘હોબાળો કરી રહેલા કિન્નરોને નિયંત્રિત કરવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો છે’ આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, ‘જો જરૂર કરતાં વધું પોલીસે બળપ્રયોગ કર્યો હશે તો તેની તપાસ કરવામાં આવશે’