ફિલ્મ ભારતમાં રાધાના કેરેક્ટરથી ફેન્સના દિલ જીતનાર એક્ટ્રેસ દિશા પટ્ટણી પોતાની ફિટનેસને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે દિશા રોજ જીમમાં એક્સરસાઇઝ કરે છે અને તેના ફોટોઝ અને વીડિયો તેના ઈન્સ્ટા એકાઉન્ટમાં શેર કરતી રહે છે હાલમાં જ તે 63 કિલોગ્રામ વેટ લિફ્ટિંગ કરતી જોવા મળી આ વીડિયો તેનો ફિટનેસ કિંગ અને બેસ્ટી ટાઇગર શ્રોફ જોઈ લેશે તો તેનો પરસેવો છૂટી જશે