¡Sorpréndeme!

મૃત યુવકને દફન કરવા કબ્રસ્તાન લઈ જતી વખતે રસ્તામાં જીવિત થયો

2019-06-10 3,217 Dailymotion

પાલનપુર: શહેરના જનતાનગરમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં નદીમભાઈ યાકુબભાઈ નાગોરીને લુ લાગતાં મહાજન હોસ્પિટલમાં દાખલ કરેલા હતા જ્યાં રવિવારે સવારે 8 કલાકે તેમનું મોત નિપજતાં પરિવારજનો તેમના મૃતદેહને ઘરે લઈ ગયા હતા જ્યાં સ્નાન સહિતની વિધિ પતાવી જનાજામાં દફનવિધિ માટે કબ્રસ્તાનમાં લઈ જવામાં આવી રહ્યા હતાત્યારે માર્ગમાં આવતી મસ્જિદમાં મૌલવી દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી તે દરમિયાન મૃતક યુવકના શ્વાસ શરૂ થતાં મૈયતમાં આવેલા લોકોએ તેને જનાજા સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો જોકે, તબીબે યુવકને મૃત જાહેર કરતાં તેની દફનવિધિ કરવામાં આવી હતી