દુર્ઘટના કેરળના પલક્કડમાં રવિવારે રાતે બની હતી અહીં એમ્બ્યુલેન્સ અને ટ્રકની ટક્કરમાં બે બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે આ લોકો થોડી વાર પહેલા દુર્ઘટનામાં ઘાયલ થયા હતા,એમ્બ્યુલન્સ તેમને હોસ્પિટલ લઈ જઈ રહી હતી ત્યારે ઝારખંડના હજારીબાગમાં સોમવારે સવારે એક બસે પાછળથી ટક્કર મારી હતી, જેમાં આઠ મુસાફરોના મોત થયા હતા જ્યારે 21 લોકો ઘાયલ થયા હતા
પોલીસ પ્રમાણે, પલક્કડની દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો કારથી નેલ્લિયમપથી ફરવા ગયા હતા રસ્તામાં તેમની ગાડીનું એક્સિડેન્ટ થયું હતું ત્યારે તમામ ઘાયલ થયા હતા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવાર બાદ તેમને પલક્કડ જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા