રાજકોટ:રાજકોટના બેડી માર્કેટ યાર્ડ બહાર પાકવીમાને લઇને ખેડૂતોના ઉપવાસ આંદોલનનો આજે ચોથો દિવસ હતો આજે એનસીપીના નેતા રેશ્મા પટેલ પણ આંદોલનમાં જોડાયા હતા અને તેણે સરકાર તથા વીમા કંપનીઓ પર આક્ષેપો કર્યા હતા ખેડૂતોએ આજે શર્ટ કાઢી સરકાર અને વીમા કંપનીઓને સદબુદ્ધિ આપે તે માટે હવન કર્યો હતો જેમાં ખેડૂતોએ ભર તડકામાં શર્ટ કાઢી અગ્નિકુંડમાં આહુતિ આપી હતી પરંતુ જિલ્લા ભાજપના પ્રમુખ ડીકેસખીયાએ મધ્યસ્થી કરી જુલાઇ સુધીમાં પાકવીમો આપવાની લેખિત ખાત્રી આપતા ખેડૂતોને લીંબુ પાણી પીવડાવી પારણા કર્યા હતા