¡Sorpréndeme!

વર્લ્ડ કપમાં ભારતનો એક રેકોર્ડ ન કોઈ તોડી શક્યું છે કે ન કોઈ તોડી શકશે

2019-06-08 1,228 Dailymotion

કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે માત્ર ભારતના નામે છે આ રેકોર્ડ આજ સુધી ન તો કોઈ તોડી શક્યું છે કે ન તો ક્યારેય પણ કોઈ તોડી શકશે



ખરેખર તો ભારત જ એક એવો દેશ છે જેના નામે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ 60 ઓવર, 50 ઓવર અને ટી-20 વર્લ્ડ કપના ચેમ્પિયનનો ખિતાબ છે 80 ના દશક સુધી વર્લ્ડ કપ 60 ઓવરનો રમાતો હતો અને 90ના દશકથી તે 50 ઓવરનો રમાવા લાગ્યો ભારતે કપિલદેવની આગેવાનીમાં 1983માં વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરેલો જે 60 ઓવર માટે રમાયેલો 2007માં ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો ત્યાર બાદ 2011માં ધોનીની આગેવાનીમાં ભારતે વર્લ્ડ કપ જીત્યો જેમાં 50 ઓવરની મેચ હતી એટલે કે ત્રણેય ફોર્મેટના વર્લ્ડ કપ ભારત પાસે છે જો કે હવે 60 ઓવરની મેચ રમાતી નથી એટલે કોઈ બીજી ટીમ ભારતના આ રેકોર્ડની બરાબરી નહીં કરી શકે