પાલનપુર: બનાસકાંઠાના લાખાણીમાં રાજસ્થાનથી ઘાસચારાની શોધમાં માલધારીઓ પોતાના ઢોરઢાંખર લઈને આવ્યા છે ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી ત્યારે ગાયો ભૂખથી તરફડતી જોઈને લાખાણીના ખેડૂતે પોતાના બાજરીના ઊભા પાકમાં ગાયોને ચરવા દીધી હતી પોતાના પરિવારજનોને અન્ન કેવી રીતે આપશે તેની પણ ચિંતા કર્યા વગર તેણે જીવદયા પ્રેમનો ઉત્કૃષ્ઠ નમૂનો આપ્યો હતો