¡Sorpréndeme!

સાંતલપુર / નર્મદાની કચ્છ કેનાલ પર પૂલ પરથી કૂદકા મારી મોતને નિમંત્રણ આપતા ભૂલકાઓ

2019-06-06 2,904 Dailymotion

સાંતલપુર:કચ્છમાં જતી નર્મદા કેનાલ પરથી દસથી પંદર વર્ષના નાના ભૂલકાઓ કેનાલમાં ન્હાવાની મજા માણવા પુલ પરથી પંદર ફૂટ જેટલા ઉપરથી કેનાલમાં ભૂસકાઓ મારીને ખુલ્લેઆમ મોતને નોતરી રહ્યા છે આ ભૂલકાઓને નથી મોતનો ભય કે નથી કોઈની બીક તેઓ પોતાની ન્હાવાની મજા માણવા આનંદ પ્રમોદ કરી રહ્યા છે ત્યારે શું બાળકોનો આનંદ પ્રમોદ કોઈક અનહોનીની ઘટનાને આમંત્રણ તો નથી આપી રહ્યો ને પંદર ફૂટ જેટલી ઊંચાઈ ઉપરથી બંન્ને કાંઠે વહેતી કેનાલમાં કોઈ ભય કે બીક વિના તેઓ કેનાલમાં ઝંપલાવે છે ત્યારે જરા સરખી પણ ચૂક થાય તો કોઈક અનહોની સર્જાવાની શક્યતા છે